History

આપણું એકલિંગજીધામ

 

આપણા ઇષ્ટદેવ એકલિંગજીનું મંદિર રાજ્સ્થાનમાં ઉદયપુરથી નાથદ્વારા જતાં ૨૨ કિ.મી દુર રસ્તા પર આવતા કૈલાસપુરીમાં આવેલું છે. ભગવાનશ્રી એકલિંગજી મેવાડા બ્રાહ્મણ તથા મેવાડાના રાણાઓના ઇષ્ટદેવ છે. ભગવાનશ્રી એકલિંગજીનું પ્રાગટય આ સ્થળે સતયુગથી થયેલછે. ભગવાન શિવનાં અનેક નામ છે, તેમાં કૈલાસપુરીમાં શિવ ‘એકલિંગજી’ નામથી પૂજાય છે.

 

જંબુદ્રીપ (ભારત)માં મેદપાટેશ્વ્રર (મેવાડ)માં લિંગનું પ્રાગટય સતયુગમાં થયું હતું, પછી જુદા જુદા યુગમાં. પુંજા- અર્ચના થતી રહી છે. ભગવાન એકલિંગજીના પ્રાગટય અંગે બે મત પ્રવર્તે છે.

(૧) ‘એકલિંગજી પ્રાગટય’ અનુસાર મા પાર્વતીએ શિવને ઋષિમુનિઓની પત્નીઓની પરીક્ષા લેવા જણાવ્યું. પાર્વતીજીના અતિ આગ્રહને વશ થઇ શિવજીએ સુંદર યુવકનું રૂપ ધારણ કર્યુ અને તેઓ આશ્રમમાં ફરવા લાગ્યા. ઋષિપત્નીઓ સુંદર યુવકને જોઇ કામાંધ બની ગઇ. ઋષિમુનિઓને ખબર પડતાં આવું ક્રુત્ય કરનારને લિંગપાતનો શાપ આપ્યો, તેથી શિવનો લિંગપાત થયો. ત્યાર પછી ભગવાન શિવે અરવલ્લીની આ હારમાળામાં વસવાટ કર્યો તેથી આ સ્થળ ‘લિંગ- એકલિંગ’ નામથી પ્રસિદ્ર થયું.

(૨) બીજા મત પ્રમાણે એક વખત શોનક મુનિએ સુત પુરાણીને એકલિંગજીની સ્થાપના વિશે પ્રશ્રન પુછ્યો ત્યારે તે જણાવે છે કે લંકા નરેશ રાવણે બ્રહ્મલોકમાં બ્રહ્મજીની તપસ્યા કરી પ્રસન્નકર્યા અને કલ્યાણકારી શિવની લંકામાં સ્થાપના કરવાની ઇચ્છા વ્યકત કરી. બ્રહ્મજીએ પ્રસન્ન થઇ એક લિંગ આપ્યું પણ રસ્તામાં કયાંય તેને મૂકવું નહિ તેવી શરત મૂકી, પરંતુ રસ્તામાં રાવણને લઘુશંકા લાગતા શરત વિસ્મ્રુતિ થઇ અને લિંગ જમીન પર મૂકી દીધું-પરત આવી લિંગ ઊચકવા ગયો પણ તે ઊંચકાયું નહિ, તેથી લિંગને ત્રિકુટ પર્વત પર મૂકી રાવણ લંકા પરત ફર્યો જ્યાં ત્રિકૂટ પર્વત પર શિવલિંગની સ્થાપના થઇ તે જગ્યાને “એકલિંગ” નામ આપી રાવણ પરત ફર્યો. આમ,સતયુગથી એકલિંગજીનો મહિમા ગવાય છે અને સમયાંતરે તેમની પૂજા-અર્ચના થતી રહી છે. સતયુગમાં ઇન્દ્ર દ્રારા,ત્રેતાયુગમાં કામઘેનુની પુત્રી નંદિની દ્રારા દ્રાપર યુગમાં તક્ષક નાગ દ્રારા અને કળિયુગમાં મહર્ષિ હારિત દ્રારા તેમની પૂજા –આરાધના કરવામાં આવી.

 

શ્રી એકલિંગજી એક સિદ્રપીઠ છે. હારિત રિષીએતપસ્યા કરી એકલિંગજીને પ્રસન્ન કર્યા- સિદ્રિ મેળવી એકલિંગજીની સ્થાપના કરી. મેવાડના બાપા રાવલે એકલિંગજીનું નાનું મંદિર બનાવ્યું –બાપા રાવલને ભગવાનને અર્પણ કરી હોય તેવું આ પ્રથમ ઉદાહરણ છે.

 

આપણે ઇતિહાસ પર થોડો દ્રષ્ટિપાત કરીએ તો તે સમયે મુસ્લિમો રાજય કરતા હતા. તેમણે હિન્દુધર્મ ના ટકે તે માટે વારંવાર મંદિર પર આક્રમણ કર્ય. ગુજરાતના મુસ્લિમ રાજા અહમદ શાહે મંદિરને તોડી નાખ્યું. ત્યાર પછી અલ્લાઉદીન ખિલજીએ પણ કાળો કેર વર્તાવ્યો – મંદિર પર આક્ર્મણ કર્યુ ગણેશજીની મુર્તિ તોડી નાખી-નંદિ પર વાર કર્યો પરંતુ તેઓ લિંગ પર પહોચે તે પહેલાં મંદિરના રક્ષક સ્વરૂપે હાજર મધપુડાની માખીઓએ સૈન્ય પર આક્રમણ કર્યુ, તેથી મુસ્લિમ સૈન્ય ભાગી ગયું અને એકલિંગ બચી ગયું, પરંતુ મંદિરને બચાવવા લાખો બ્રાહ્મણોએ બલિદાન આપવાં પડયાં. મેવાડા બ્રાહ્મણોને તો રક્ષણ કરવા જમૈયો તથા તલવાર જેવા શ્સ્ત્રો સાથે રાખવાં પડતાં.

 

મુસ્લિમો મંદિરને વારંવાર તોડવા ગયા તો બીજી બાજુ બાપા રાવલથી શરૂ કરી મહારાણા મોક્લ તથા મહારાણા કુંભા તથા મહારાણા રાયમલના સમય દરમ્યાન શ્રી એકલિંગજી મંદિરનો જીણોધ્ધાર તથા સુધારા –વધારા કરવામાં આવ્યાં. મહારાણા મોકલે ચારેબાજુ કોટનું નિર્માણ કરાવ્યું. મહારાણા રાયમલે ચતૂમુર્ખી ભગવાન એક્લિંગજીની સ્થાપના કરેલી.

 

આ મંદિર ૫૦ ફુટ ઊંચું છે અને તેનો ઘેરાવો ૬૦ ફુટનો છે. શિખરબંધ મંદિર શ્વેત પથ્થરોથી બનેલું છે. એકલિંગજીનું બાણ પંચમુખી છે ચારે દિશામાં ચાર મુખ અને મધ્યમાં શિવલિંગ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે. લિંગનું પશ્રિમ તરફનું મુખ બ્રહ્માનું છે. ઉતર તરફનું મુખ વિષ્ણુનું છે. દક્ષિણ તરફનું મુખ રુદ્ર મહેશનું છે, જ્યારે પુર્વ તરફ નું મુખ સુર્યનું છે ચારે મુખની સામે ચાર દ્રાર છે. પુર્વ દ્રાર સામે પાર્વતીજીની મુર્તિ છે- બાજુમાં ગણપતિની.દક્ષિણ દ્રાર પર ગંગાજી તથા તેની પાસે કર્તિકેયજીની મુર્તિ છે. આમ, પૂરો શિવ પરિવાર મંદિરમાં બિરાજમાન છે. મૂખારવિંદ ત્રિનેત્રવાળું અને જટા-મુગટ સાથેનું છે. ગર્ભગુહની બહાર ચાંદીના કઠેડા છે અને બહાર ચાંદીના નંદી છે,પગથીયા ઊતરતાં કાળા આરસના એક નંદી છે ઉપરના ભાગે અષ્ટધાતુનો પીળા રંગનો વર્ષો જુનો બહુ મોટો નંદી છે. આ નંદીની બરોબર પાછળ બાપા રાવલ બે હાથ જોડીને પ્રાર્થાન કરે છે. મુખ્ય મંદિરનાં પગથીયા ચઢતાં દરવાજાની ઉપર વર્ષોજુની પત્થરની કોતરણીવાળી હારિત ઋષિ વિમાનમાં જાય છે તેમ દર્શાવતી મુર્તિ આવેલી છે. કોટની અંદર બીજાં નાનાં નાનાં અનેક મંદિર પણ છે- કાત્યાયની માતાનું મંદિર રસ્તાની સામેની બાજુએ આવેલું છે તેમજ મંદિરની સામે ત્રિવેદી મેવાડા બ્રામ્હણ પરિષદનું અતિથિગ્રુહ આવેલું છે,જ્યાં અધતન રેહવાની સુંદર સગવડ છે.

 

ભગવાન એક્લિંગજીમાં શાસ્રોકત રીતે પુજા માટેનું આયોજન વર્ષોથી મેવાડના રાણાઓએ કર્યુ છે. આ મંદિર મેવાડાના રાણાની અંગત મિલકત છે, જેનું ટ્રસ્ટ પણ બનાવેલ છે. મંદિરમાં નિયુક્ત પૂજારી કે મહારાણા સિવાય બીજી કોઇ વ્યકિત પ્રવેશી શકતી નથી. એકલિંગજી રાજા છે અને તેમની પૂજા માટે સોના-ચાંદી-હીરા-માણેકનાં મોંઘાં રત્નોનો ઉપયોગ થતો હોવાથી સલામતીની દ્ર્ષ્ટિએ જાહેર જનતાનો ગર્ભદ્રારમાં પ્રવેશ નિષેધ છે.

 

મહાદેવજીનો શુંગાર રોજ જુદાં જુદાં રત્નોથી કરવામાં આવે છે. સોમવારે હીરાનો, મંગળવારે માણેકનો, બુધવારે મણિનો, ગુરૂવારે નીલમનો,શુક્ર્વારે મોતીનો,શનિવારે શનિ નંગનો અને રવિવારે પોખરાજનો શુંગાર તેમને કરવામાં આવે છે વિદ્રાન બ્રાહ્મ્રણ બ્રમ્હ્રાચારી દ્રારા- મંગળા-રાજભોગ-સાયંભોગના પૂજા-અર્ચના- આરતી કરવામાં આવે છે ઋતુ અનુસાર દર્શનના સમયમાં થોડોક ફેરફાર થાય છે. પૂજા-અર્ચના સમયે મંદિરમાં આહુલાદક વાતાવરણ સર્જાય છે.

 

આવું ભવ્ય- સાત્વિક-શ્વેત મંદિર પહાડીઓ ઝરણાંઓ અને ગીચ જંગલ વચ્ચે આપણી શ્રદ્રાના પ્રતીકરૂપે અડીખમ ઊભું છે.એકલિંગજીનાં પૂજા- દર્શન કરવાથી આપણને બાર જયોતિલિંગ તથા પંચદેવની પૂજા કરવાનું ફળ મળે છે.

 

ઇન્દ્ર,નંદિની,તક્ષક, વગેરેએ પણ એકલિંગજીની શરણાગતિ સ્વીકારેલી.ભગવાન એકલિંગજીનાં દર્શન તમામ સ્થળોની તીર્થયાત્રા,તપ,જપ,દાન, કે મોટા યજ્ઞ કરતાં વિશેષ છે

 

ન તીર્થેન તપોદાનેન યજ્ઞેર્બહુ વિસ્તરૈ|
યત્ફલં પ્રાપ્યતે બ્રમ્નેકલિંગાવલોકનાત્॥
ભગવાનશ્રી એક્લિંગજીની ક્રુપા આપણા સૌ ઉપર વરસતી રહે તેવી ભાવના સાથે પ્રાર્થના.
॥ જય એક્લિંગજી દાદા ॥
॥ જય કાત્યાયની માતા ॥

બ્રાહ્મણનુ આભુષણ જનોઇ

 

અર્થ : બ્રાહ્મણ માટે ૧૬ સંસ્કાર જરૂરી છે અને તેમાં ઉપનયન સંસ્કાર મહત્વનો છે. ઉપનયન, ય પવતી કે જનોઇ એ બ્રાહ્મણ માટે દીક્ષા સંસ્કાર છે. બ્રાહ્મણને દ્રિજ પણ કેહવાય છે, જેનો બે વખત જ્ન્મ થાય છે તે. જ્નોઇ સંસ્કાર દ્રારા થતો બીજો જ્ન્મ તે આધ્યાત્મિ જ્ન્મ છે, જેનાથી બ્રાહ્મણનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. યજ્ઞોપવતી એટલે યજ્ઞ + ઉપવતી = યજ્ઞને પ્રાપ્ત કરનાર. ઉપનયન એટલે ઊર્ધ્વગામી ક્રિયા. હકીકતમાં જનોઇ એ ગાયત્રીમંત્રની દીક્ષા છે ગાયત્રીમંત્ર વિનાની જનોઇ એ મુર્તિ વિનાના મંદિર જેવું છે. પ્રાચીનકાળમાં ઉપનયન સંસ્કાર પછી વિધાર્થીનો ગુરુકુળમાં પ્રવેશ થતો. હવે તો જનોઇ પહેલા વિધાભ્યાસ શરૂ થઇ જાય છે, યજ્ઞોપવીત સંસ્કાર પાચમા વર્ષે યા સાતમા વર્ષે કરવો શ્રેષ્ઠ છે. સોળ વર્ષે યજ્ઞોપવીત કાળ વીતી જાય છે, તેથી તે પતિત સાવિત્રિક ગણાય છે.

 

જનોઇનું સ્વરૂપ : જનોઇ બનાવતી વખતે શુદ્ર દેહ અને શુદ્ર વસ્ત્ર ધારણ કરી ગાયત્રીમંત્રનું રટણ કરતાં શુદ્ર કપાસમાંથી. તાર વણવામાં આવે છે. તે તારને જમણા હાથની ચાર આંગળી ઉપર ૯૬ વાર વીંટવાના હોય છે, ત્યાર પછી તેને ત્રણ ગણા કરી વળ ચઢાવાય છે. જનોઇ કુલ નવ તારની હોય છે, જેમાં પ્રથમ તાર પર ઓમકાર બીજા તાર પર અગ્નિ,ત્રીજા તાર પર નાગ, ચોથા તાર પર સોમ, પાંચમા તાર પર પિતૂ ઓ છઠ્ઠા તાર પર પ્રજાપતિ, સાતમા તાર પર વાયુ આઠમા તાર પર યમ અને છેલ્લા નવમા તાર પર વિશ્વદેવતાઓ બિરાજમાન છે. આમ જનોઇ ધારણ કરવાથી શરીર પર નવદેવતાઓનું શાસન ચાલે છે અને વ્યક્તિને સતત પ્રભુનું સાંનિધ્ય મળે છે. મૂળ ત્રણ તાર એ ગાયત્રીમંત્રનાં ત્રણ ચરણ છે. ત્રણ નાની ગ્રંથિ એ ત્રણ આહુતિ છે અને એક મોટી ગ્રંથિ એ ‘પ્રણવ” – ઓમકાર છે. વળી જનોઇના છેડાની ગાંઠ એ ધારણ કરનારના ગોત્રમાં થઇ ગયેલા ઋષિઓની સુચક છે.ટુંકમાં જનોઇ એ વેદમાતા ગાયત્રીનું સ્થૂળ સ્વરૂપ છે.

 

મહત્વ : જીવનના ઉર્ધ્વીકરણ માટે જનોઇ સંસ્કાર મહત્ત્વનો છે. સમસ્ત સુષ્ટિના આત્મા અને ચાલકબળ એવા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણનો પવિત્ર પ્રકાશ આપણાં બુદ્રિવિચારોને પ્રેરણા આપે એ જ ગાયત્રીમંત્રનો અને ઉપનયન સંસ્કારનો ઉદેશ છે .૨૬ જાન્યુઆરી એ રાષ્ટ્રનો પ્રજાસત્તાકદિન છે તેમ શ્રાવણી પૂર્ણિમા એ બ્રાહ્મણનું જનોઇ પર્વ છે. જેમ ચંદ્રક લગાવે, પોસ્ટ, પોલીસ કે રેલ્વેનો કર્મચારી ઓળખ માટે બિલ્લો લટકાવે તેમ બ્રાહ્મણની ઓળખ જનોઇથી થાય છે. જનોઇ એ તો બ્રાહ્મણનું આઇકાર્ડ છે. જનોઇથી જ બ્રાહ્મણ સમાજમાં જુદો તરી આવે છે.

દરેક વ્યક્તિના માથે દેવ ઋણ, ઋષિઋણ અને પિતૂ ઋણ હોય છે. આ ઋણમાંથી મુક્ત થવાનો તથા ઋણની યાદ તાજી રહે તે માટે જનોઇ ધારણ કરવામાં આવે છે. જનોઇના ત્રણ તાર ત્રણ ઋણ પણ દર્શાવે છે. વળી, આ વિશ્વ સત્ત્વ ,રજસ, અને તમસ – એ ત્રણ ગુણોનું બનેલું છે. તેમાંથી મુક્ત થઇ પરમાત્માના સ્વરૂપમાં ભળી જવા માટે કર્મ, ભક્તિ અનેજ્ઞાન – એ ત્રણ સાધનો છે. આવી ગંભીર ભાવના ૯૬ આંગળ લંબાઇના ત્રેવડા કરેલા ત્રણ તાર પાછળ છુપાયેલી છે. વળી, આ ત્રણ તાર બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું સ્વરૂપ છે.

 

જનોઇ પ્રત્યેની જવાબદારી : જનોઇ ધારણ કર્યા પછી તેનું ગૌરવ અને ગરિમા જાળવવાની જવાબદારી પણ છે. શ્રાવણ માસની પૂનમે વિધિવત રીતે જનોઇ બદલવી જોઇએ. જનોઇની પવિત્રતા જળવાય તે માટે કૌટુંબિક સૂતક પુરું થાય પછી જનોઇ બદલવી જોઇએ. દર ચાર માસે અથવા જનોઇ તૂટી જાય તો બદલવી જોઇએ. કોઇના અગ્નિસંસ્કારમાં ગયા પછી ઘરે આવી સ્નાન કરી જનોઇ બદલવી જોઇએ. ચંદ્રગ્રહણ કે સુર્યગ્રહણ પુરું થયા પછી પણ જ્નોઇ બદલવી જોઇએ જનોઇને પવિત્ર રાખવા મળ- મૂત્રાદિ ત્યાગ કરતી વખતે જમણા કાન પર ચઢાવવી જોઇએ જેથી જનોઇનો નીચેનો ભાગ આપણી નાભિથી ઉપર રહે અને જનોઇ અપવિત્ર ન થાય .

 

તેજસ્વિનાવધીતમસ્તુ : અર્થાત તેજસ્વિતા ધારણ કરવાની ઇચ્છા હોય તેમણે શુદ્ર ભાવનાથી – સમજણપુર્વક- શ્રદ્રાથી જનોઇ ધારણ કરવી જોઇએ. નિયમિત ત્રિકાળ સંધ્યા, પંચમહાયજ્ઞ,ગાયત્રીજપ, વ ધાર્મિક કર્ય કરવા જોઇએ.

 

જનોઇ અને સ્વાસ્થ્ય : પેહલાંના સમયમાં બાળકની ઉંમર આઠ વર્ષની થાય અને તેનો યજ્ઞોપવીત સંસ્કાર કરી દેવામાં આવતો હતો. જેને આપણે જનોઇ સંસ્કાર પણ કહીએ છીએ , પણ સમયના વહેણની સાથે આ પરંપરા ધીમે-ધીમે લુપ્ત થતી જાય છે. યજ્ઞોપવીત ધારણ કરવાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે.લગ્ન પહેલા ત્રણ દોરાની અને લગ્ન બાદ છ દોરાની યજ્ઞોપવીત ધારણ કરવામાં આવેછે પહેલાંના સમયમાં તે ધારણ કર્યા બાદજ બાળકને ભણવાનો અધિકાર મળતો. મળ-મુત્ર વિસર્જન પહેલા જનોઇને કાનની ઉપર કસીને લપેટી લેવામાં આવેછે. કાનની પાછળની બે નસનો સીધો સંબંધ પેટના આંતરડા સાથે હોય છે. આ ક્રિયા આંતરડા પર દબાણ ઊભું કરે છે, જેના કારણે મળ વિસર્જનમાં સરળતા રહે છે. કાનની નજીકની એક નસ દ્રારા જ મળ – મુત્ર વિસર્જન વખતે કેટલાંક દ્રવ્યો વિસર્જિત થઇ જાય છે. જનોઇ તેના વેગને રોકે છે, જેના કારણે કબજીયાત, અસિડિટી,પેટ રોગ મૂત્રેન્દ્રિય રોગ રક્તચાપ હદયરોગ સહિત અન્ય સંક્રામક રોગ થતા નથી.

જનોઇ પહેરનાર વ્યકિત નિયમોમાં બંધાઇ જાય છે. મળ વિસર્જ્ન બાદ જ્યાં સુધી તે હાથ-પગ ધોઇ ન લે ત્યાં સુધી તે કાનમાં વીંટળેલી જનોઇ કઢી શકતો નથી.સંપૂર્ણ રીતે પોતાની સફાઇ કર્યા બાદ જ તે જનોઇ ઉતારી શકે છે. આ સફાઇ તેને દાંત,મો,પેટ,કૂમિ, જીવાણુઓ જેવા રોગથી બચાવે છે. જનોઇનો સૌથી વધુ લાભ હદયરોગના દર્દીઓને થાય છે.

 

સાંપ્રત કરુણતા : સાંપ્રત સમયે કેટલાક બ્રાહ્મણ જનોઇ સંસ્કાર કરતા જ નથી. કેટલાક જનોઇ પહેરે છે ખરા પણ તે સમજ્યા વગર. જનોઇ જાણે ચાવીઓ બાંધવાનો ધાગો હોય તે રીતે તેનો ઉપયોગ થાય છે. ઉચ્ચ ભાવના કે શ્રદ્રા વગર જનોઇ ધારણ કરવાથી મશ્કરીરૂપ બને છે જો જનોઇનો હેતુ જ જળવાતો ન હોય તો જનોઇ ધારણ કરવાનો કોઇ અર્થ નથી. જનોઇનું આજે તો “વ્રુદ્રા નારી પતિવ્રતા” – અને “ ભેંસ આગળ ભાગવત”ન જેવી સ્થિતિનું સર્જન થઇ રહ્યું છે ત્યારે ગમે તેટલું સશકત શબ હોય પણ તેને વેળાસર અગ્નિદાહ દેવામાં ન આવે તો ગંધાઇ ઊઠે છે તેવી રીતે જનોઇ પાછળનો હેતુ –પવિત્રતા ગંભીરતા ન જળવાતાં એક રૂઢિપાત્ર બની રહે છે. ત્યારે તેને ન્યોછાવર કરવી જ ઉત્તમ !

 

આપણે તો બ્રહ્મણ છીએ, પ્રૂથ્વી પરના દેવ છીએ. આપણું તેજ અને આપણી ઓળખાણ ટકાવી રાખવી હશે તો જનોઇનું મહત્વ સમજવું પડશે. વ્યક્તિગત નહિ તો સામુહિક જનોઇ સંસ્કાર આપણાં બાળકોને આપવા પડશે. જનોઇની ઘસાતી જતી પ્રતિષ્ઠા બચાવવાની જવાબદારી આપણા સૌની છે. આપણે જાગ્રુત થઇ આપણા આભુષણને તેજ્સ્વી બનાવીએ તેવી અભ્યર્થના.

સોવિનિયર સમિતી

 

‘એકલિંગજી માહાત્મય’ના વર્ણન વિભાગમા ‘મેવાડા પુરાણ’ આલેખાયુ છે. આ ‘મેવાડા પુરાણ’મા મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિની ઉત્પત્તિ અંગેનુ વર્ણન કરવામા આવ્યુ છે.’મેવાડા પુરાણ’મા કુલ ૨૫ અધ્યાય છે. જેમા મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના પ્રકાર, ઇષ્ટદેવ, ગોત્ર – ઇત્યાદીનો વિચાર કરવામા આવ્યો છે. શંકર ભગવાન પાસેથી પુષ્પદંત એકલિંગજીના માહાત્મય તથા મેવાડની ઉત્પત્તી વિશેની જે કથા સામ્ભળે છે તે નીચે પ્રમાણે છે.

 

એક વખત નારદમુનિ પરિભ્રમણ કરતા કરતા નાગ લોકોને પવિત્ર કરવાના હેતુથીપાતાળગંગાના કિનારે અનંત, વાસુકિ, તક્ષક વગેરે નાગની પાસે આવ્યા. અનંત નાગે નરદમુનિની પુજા કરી સન્માન કર્યુ. બન્ને વચ્ચે વાર્તાલાપ ચાલે છે ત્યાં તક્ષક નાગ તેના જેવુ કોઇ નિર્ભય નથી તેવુ સંભળાવે છે.આવા અભિમાનથી નારદજી અનેદુ:ખી થયા અને તેમણે નાગવંશ અગ્નીથી નાશ પામશે તેવો શાપ આપ્યો. નાગજાતિએ આ શાપથી વ્યથિત થઇ અને વંશની રક્ષા માટે શાપ પાછો લેવાની નારદજીને પ્રાથના કરી. નારદજીને દયા આવી. તેમણે શાપના નિવારણ માટે ભગવાન શંકરની ઉપાસના કરવા સુચવ્યુ. ભરતખંડમા મેવાડ(મેદપાટ) નામનો દેશ આવેલો છે કે જ્યાં અનેક તીર્થ અને એકલિંગજી મહાદેવનુ સ્થાન છે ત્યાં જઇને ઉપાસના કરો તેવુ સુચવતા વાસુકિ-પ્રભુતિ નાગ મેવાડ દેશના ચિત્રકૂટ-ત્રિકૂટ પરવત પાસે આવેલા એકલિંગજી મહાદેવની સેવા કરવા લાગ્યા, શિવજીએ પ્રસન્ન થઇને વાસુકિ નાગને ભાવિ વિનાશનો ઉપાય બતાવ્યો તે પ્રમાણે તેમના સ્થાન નજીક શહેર્નુ નિર્માણ કરી ઉત્તમ બ્રાહ્મણોને વસાવવા જણાવ્યુ અને તેમની સેવા માટે ઇતરજનોને વસાવવાનુ સુચવ્યુ. હું ત્યાં નિત્ય નિવાસ કરીશ તથા કાત્યાયની દેવી પણ ત્યાં નિવાસ કરશે. આ આજ્ઞાથી વાસુકિએ નગર વસાવ્યુ કે જે ગણ નામે પ્રચલિત થયુ. આ નગરનુ સર્જન નાગના ભયહરણાર્થે થયુ હોવાથી ‘ભયહર’ નામ પડ્યુ. પાછળથી તે ‘ભટ્ટહર’ થયુ અને તેમા રહેતા બ્રાહ્મણ ભટ્ટ મેવાડા તથા નાગર બ્રાહ્મણ મેવાડા નામે પ્રસિદ્ધ થયા. “બ્રાહ્મણોત્પતિ માર્તડ” મા ભટ્ટ મેવાડાના ચોવિસ ગોત્ર જાણવા મળે છે. આ બ્રાહ્મણો પૈકી કેટલાક ત્રણ વેદનુ અધ્યયન કરનારા હતા., જે ત્રિવેદી-ત્રવાદી કે તરવાડી તરીકે ઓળખાયા. આ બ્રાહ્મણોને શિવજીએ તેમના સ્થાનની નજીક ત્રયંવાય્પુર છે ત્યાં વસાવવાની સુચના આપી. જે અલગથી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો તરીકે ઓળખાશે તેમ જણાવ્યુ. આમ ત્રણ વેદના જ્ઞાની-ત્રિવેદી અને મેવાડા પ્રદેશ પરથી ‘ત્રિવેદી’ મેવાડા’ તરીકે ઓળખાયા. જ્યારે ૮૪ ગામોની યજમાનવ્રુતી કરનાર ચોરાશી બ્રાહ્મણો કહેવાયા.

 

ત્રિવેદી મેવાડાની ઉત્પત્તી માટે બીજી પણ એક માન્યતા છે. એક વખત એક નાગ કન્યાના વિવાહ પ્રસંગે શિવાનંદ શર્માના ત્રણ પુત્રો લગ્ન માટે આવ્યા.સૌથી મોટો પુત્ર વિધાધર નાગ કન્યાના વિષથી ગભરાઇને નાસી ગયો. તેના વંશને ભટ્ટ મેવાડા તરીકે ઓળખવા આવ્યો. બીજો પુત્ર ગૌરીશંકર કે જે ચાર વેદનો જ્ઞાતા ચતુર્વેદ્દી હતો. કન્યાના વિષથી ગભરાઇને તે પણ ગામના ચૌટા સુધી નાસી ગયો. તેના વંશજો ચોરાસી મેવાડા તરીકે ઓળખાયા. જ્યારે સૌથી નાનો પુત્ર પૂર્ણાનન્દ કે જે ત્રણ વેદનો જાણકાર હતો તે નાગ કન્યાએ તે યુવાનનુ ઝેર ઉતારવા ગોળનો સર્પ બનાવી મુર્છીત બ્રાહ્મણ પર નાખ્યો, જેથી યુવક ઉભો થઇ ગયો. આ યુવાન સાથે નાગ કન્યાના લગ્ન થયા. તેથી પૂર્ણાનન્દના વંશજો ‘ત્રિવેદી મેવાડા’ કહેવાયા. આમ, ત્રિવેદી મેવાડા જ્ઞાતિને નાગજાતિ સાથે પુરાણો સબન્ધ છે. ત્રિવેદી મેવાડા માંથી વિરોધ છતા એક યુવાન મોઢ બ્રાહ્મણની કન્યા સાથે પરણ્યો. તેના વંશજો ‘રાજસ મેવાડા’ તરીકે પ્રખ્યાત થયા. આજે પણ ત્રિવેદી મેવાડા તથા રાજસ મેવાડામાં વર લગ્નની ચોરી સુધી જય છે, જ્યાં નનો ખાટલો ઢાળેલો હોય છે અને તેના પર રજાઇ નાખેલી હોય છે. ત્યાં વર બેસે છે. કન્યા દરવાજા સુધી આવી ગોળનુ ઢેફુ (ટુકડો) વર પર નાખે છે ત્યારબાદ લગ્નવિધી શરુ થાય છે. ભટ્ટ મેવાડા અને ચોરાસી મેવાડામાં પણ સહેજ જુદી રીતે પણ ગોળના નાગની પુજા વિધી થાય છે.

 

મેવાડા પુરાણમા જણાવ્યા પ્રમાણે આ મેવાડા બ્રાહ્મણો ભગવાન એકલિંગજી તથા કાત્યાયની માતા અને ગણપતિના ઉપાસક બન્યા. કેશવ-કીર્તન અપનાવ્યુ. નાગ ધ્વારા સન્માનિત મેવાડા સ્ત્રી-પુરુષે નાગપંચમીના દિવસે વ્રત કરવુ. નાગ પૂજા કર્વી શિવરાત્રીએ ઇષ્ટ્દેવ એકલિંગજીની આરાધના કરવી. એકાદશી વ્રત તથા નવરાત્રી વ્રતના દિવસોમા જગદમ્બાની આરાધના કરવાની પણ સુચના છે.

 

મેવાડાનુ સ્થળાંતર : મેવાડની ભુમિ સાથે સંકળાયેલા હોવા છતાં તેમણે સંજોગોવસાત-અનેક કારણસર મેવાડ છોડી ગુજરાતમાં તથા અન્ય સ્થળે સ્થળાંતર કરવુ પડ્યુ તે આ પ્રમાણે છે.

 

ઇ.સ. ૧૨૪૮થી ૧૩૦૩ દરમ્યાન મેવાડ પર મુસ્લીમોના અનેક આક્રમણ થયા. અલ્લાઊદીન ખિલજીએ વર્તાવેલા કેરથી મેવાડા બ્રાહ્મણોએ ગુજરાતમા સ્થળાંતર કર્યુ. ચિત્તોડનુ રાજ્ય મહારાણાઓના હાથમા આવતા સંવત ૧૨૮૦મા બાકી રહેલા ૯૯૯ બ્રાહ્મણ સ્ત્રીબાળકોએ બ્રહ્મ્ભટ્ટ(બારોટ)ના આદેશથી સલામતી ખાતર મેવાડના નાગદા ગામેથી શ્રી મહાનન્દ ત્રિવેદીની આગેવાની હેથળ મેવાડની ભુમિને આખરી પ્રણામ કરી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના નારસોલી ગામે વસવાટ કર્યો.ત્યા તેમણે એકલિંગજીનુ મંદિર પણ બંધાવ્યુ. જેનો જીર્ણોધ્ધાર કરવા માટે ૧૯૬૧માં લુણાવાડા અધિવેશનમા ઠરાવ કરવામા આવેલ, જેનો આજદિન સુધી અમલ થયો નથી તે દુ:ખદ બાબત છે.

 

ઇડર સ્ટેટ નબળું પડતાં મુસ્લીમો નારસોલી વિસ્તારમાં પણ આક્રમણ કર્યુ, તેથી ત્યાંથી પણ આપણે સ્થળાંતર કરવું પડયું.તેમાં બે સમુહ પડી ગયા. એક સમુહ ભિલોડાની આજુબાજુ વસ્યો અને તે ‘બારીશી ત્રિવેદી મેવાડા‘ કહેવાયો જ્યારે બીજો સમુહ ઇડર તરફ ગયો અને તે ‘ ચોવીસી ત્રિવેદી મેવાડા’ તરીકે ઓળખાયો. ત્યાર પછી ત્યાંથી પણ અનુકુળતા પ્રમાણે સ્થળાંતર કરી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર –મુંબઇમાં વસ્યાં. પ્રદેશોના આધારે આપણી જ્યાં વસ્તી છે તેના ૧૪ વિભાગ પાડવામાં આવ્યાં છે.

 

મેવાડ છોડવાનું બીજું એક કારણ રાજમાતા મીરાંબાઇ કૂષ્ણભક્તિ માટે મેવાડ છોડી ગયાં તે છે.તેમના ગયા પછી મેવાડમાં દુકાળ પડતાં મીંરાબાઇને મેવાડમાં તેડી લાવવા રાજપુરોહિત મેવાડાઓએ બીડું ઝડપ્યું, પણ મીરાંબાઇ દ્રારકામાં કૂષ્ણદર્શનથી ભાવવિભોર થઇ જતાં કૂષ્ણે તેમને પોતાનામાં સમાવી લીધાં. મીરાંબાઇને લીધા વગર પાછા મેવાડ નહિ જવાનું વચન લઇ બેઠેલા બ્રાહ્મણો પાછા ન જતાં દ્રારકા અને પછી સૌરાષ્ટ્રમાં સ્થિર થઇ ગયાં ત્યાંથી આજીવિકા માટે તેઓ ગુજરાતમાં વિસ્તર્યા.

 

ત્રીજી કથા પ્રમાણે ઉદયપુરના મહારાણાએ શ્રાદ્ર નિમિતે રાજ્પુરોહિતને આમંત્રણ આપ્યું, જે ભટ્ટ મેવાડા હતા. યજ્ઞકાર્યમાં રોકાયેલા હોવથી પુરોહિત વિધાર્થી ને શ્રાદ્ર સંપન્ન કરવા મોક્લ્યો, તેથી મહારાણાને અપમાનજનક લાગતાં તેમણે રાજ્પુરોહિતનો શિરર્છેદ કરવાનો હુકમ આપ્યો, પરંતુ બ્રહ્મહત્યાનું પાપ લાગશે તેમ વિચારતાં મહારાણાએ પુરોહિતને દેશ છોડી ચાલ્યા જવાનો હુકમ કર્યો . આ પુરોહિત કુટુંબની સાથે ઉદયપુરની આસપાસનાં ગામોમાં રહેતા અન્ય મેવાડા બ્રાહ્મણોએ પણ મેવાડ છોડ્યું. તેઓ ડુંગરપુર –શામળાજીના માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા.

 

ટુંકમાં સમય ગમે તે હોય, કારણ ગમે તે હોય પણ એ હકીકત છે કે ભારતભરમાં વસતા મેવાડા મેવાડ. છોડીને વસેલા છે.

 

છેવાડો ને સુંવાળો મેવાડો : મેવાડમાંથી ગુજરાતમાં બ્રાહ્મણો આવ્યા તેમાં મેવાડા બ્રાહ્મણો છેલ્લે આવ્યા હોવાથી ‘મેવાડો છેવાડો’ ઉક્તિ પ્રચલિત બની છે. તેવી જ રીતે મેવાડમાં મોગલો સામે રાજપુતો સાથે રહી માતૂભુમિ માટે યુદ્ર લડ્યાં – જાત અને મિલકત નું બલિદાન કરી બધું ન્યોછાવર કરનાર મેવાડા બ્રાહ્મણ સ્વભાવે ત્યાગ – બલિદાનની ભાવનાવાળા, વૈરાગી-નિષ્કપટી, સરળ અને હ્દય ના સુંવાળા હોવાથી “મેવાડો સુંવાળો” એમ કહેવામાં આવે છે.